298
આજે દિવાળી નો દિવસ એટલે કે શ્રીમદ રામચંદ્રજી નો વનવાસ પૂર્ણ થઈને અયોધ્યા પરત થયેલ એ દિવસ. આજે દરેક જગ્યે ચોપડા પૂજન અને અન્ય ધંધાકીય વસ્તુ નું મુહર્ત કરવામાં આવે. આ દિવસે શેર બજાર માં પણ સાંજે સ્પેશ્યલ સોદા થાય છે.દર વર્ષ ની જેમ આ વખતે આજે સાંજે ૬:૧૫ થી ૭:૩૦ સુધી નું શુભ મુહર્ત છે જેમાં શેરબજાર ઓપન રહેશે અને ટ્રેડ કરી શકાય.
આમ તો દિવાળી ના બજાર બંધ હોય છે પણ ખાસ સાંજના સમયે સવા કલાક નો સમય ઓપન થાય છે અને આ સમયે સોદા કરવામાં આવે છે. એમાં એવું માનવામાં આવે છે કે આ સવા કલાક માં કરેલ સોદા આવનાર આખા નવા વર્ષ ને શુભ મનાવે છે.
શું તમે પણ શેરબજાર માં થોડો પણ પોઝિટિવ અભિગમ ધરાવો છો તો આજે સાંજે શુભ મુહર્ત માં આપ પણ સોદા કરો અને આવનાર વર્ષ માટે એક નવી શરૂઆત કરો.