109
થોડા દિવસો પહેલા બુટલેગર નો સાથ આપતી મહિલા પોલીસ નીતા ચૌધરી ને ધરપકડ કરેલ ગેરકાનૂની કામ માં સાથ આપવા બદલ અને આ બાદ તેની કસ્ટડી આપવામાં આવેલ સાથે સાથે તેમને સસ્પેન્ડ કરેલ અને આ દરમ્યાન નીતા ચૌધરી એ જમીન અરજી દાખલ કરેલ.
જ્યારે સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન રદ થયા બાદ પોલીસ ટીમ તેની ધરપકડ કરવા પહોંચી હતી ત્યારે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેના સ્થાને ગેરહાજર જોવા મળી હતી . ભચાઉ સેશન્સ કોર્ટે ગઈ કાલે તેના જામીન રદ કર્યા હતા અને પોલીસને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ભચાઉ પોલીસની ટીમોએ નીતા ચૌધરીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે, જે આ મહિનાની શરૂઆતમાં જ સફેદ રંગની થાર જીપમાંથી એક બુટલેગર સાથે દારૂની બોટલો સાથે પકડાઈ હતી.