Home Blog BCCI પ્રમુખે મેન ઇન બ્લુને અભિનંદન પાઠવ્યા

BCCI પ્રમુખે મેન ઇન બ્લુને અભિનંદન પાઠવ્યા

by samparkgujarati
0 comment

આજ નો દિવસ એ સમગ્ર ભારત દેશ માટે એક યાદગાર ક્ષણ છે કેમકે આજે લોકો ની આતુરતાનો અને ભારતીય ક્રિકેટ ટીમ ના દિગ્ગ્જ્જો ના વિશ્વાસ ની જીત થઇ છે. આજે ફાઈનલી ભારતે વર્લ્ડકપ જીતી લીધો છે. આ યાદગાર ક્ષણ પર ભારતીય કપ્તાન રોહિત શર્મા ખુબ જ ભાવુક થઈને મેદાન માં જ ઢળી પડેલ.  ઉલ્લખેનીય છે કે ૧૯મી નવેમ્બર ૨૦૨૩ નો એ વર્લ્ડકપ નો દિવસ જયારે ભારત ફાઇનલ માં આવીને હારી ગયેલ અને ગઈ કાલે પણ થોડી ક્ષણો માટે સૌના દિલ અટકી ગયેલ અને ભારત ફરી એક વખત ફાઇનલ માં હારે તેવી શક્યતા હતી પણ કહેવાય છે ને અગર કિસી ચીજ કો સાચ્ચે દિલ સે ચાહો તો સારી કાયનાત ઉસે મિલાને કી સાજીશ મેં લેગ જાતી હૈ બસ અને ભારત છેલ્લી ૪ ઓવર માં રોમાંચક રીતે બાજી પલ્ટી અને ટી-૨૦ વર્લ્ડકપ જીતી ગયું.

આ જીત પર રોજર બિન્નીએ કહ્યું, “ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મારા હૃદયપૂર્વકના અભિનંદન. ક્યારેય ન કહેવાની ભાવના સાથે, ટીમે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ અને સમગ્ર ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ કૌશલ્યનું પ્રદર્શન કર્યું. ફાઈનલ મેચમાં તે અસાધારણ જીત હતી. શાબાશ, ટીમ ઇન્ડિયા અમને તમારા પર ગર્વ છે!”

You may also like

About Sampark

Newsletter

Subscribe to our Newsletter for latest news. Let's stay updated!

Latest News

@2024 Sampark Gujarati – All Right Reserved.