226
૨૨ વર્ષ પહેલા આખા ગુજરાત માં એક દુર્ઘટના એ હાહાકાર મચાવેલ. ગુજરાત ગોધરા માં સાબરમતી એક્સપ્રેસ માં લાગેલી આગ એ ગુજરાત જ નહીં પણ આખા ભારત ને ધ્રુજાવી નાખેલ. આ ઘટના આજે ૨૨ વર્ષ પછી પણ યાદ કરીતો રુવાડા ઊભા થઇ જાય છે. આ ઘટના ને લોકો ની સમક્ષ લાવવા અને લોકો ને ના મળેલ ન્યાય ની અપીલ સાથે આ ઘટના ને સિનેમા ના રૂપ માં રજૂ કરી છે જે અવનત ૧૨મી જુલાઈ એ રજુ થશે.
આ ઘટના ના પગલે સમગ્ર દેશ માં ખળભળાટ મચી ગયેલ ત્યારે આના પર બનેલી ફિલ્મ નું ટ્રેલર આજે રજૂ થયું છે. આ ફ્લિમ માં રણવીર શૌરી , મનોજ જોશી , હિતુ કનોડિયા , ડેનિશા ઘુમરા, મકરંદ શુક્લ જેવા કલાકારો પણ છે .