તૃપ્તિ ડીમરી એ ઇન્ટીમેન્ટ સીન ને લઈને કરી સ્પષ્ટતા

તૃપ્તિ ડીમરી આ નામ કદાચ છેલ્લા એક મહિના માં ભાગ્યે જ કોઈ નહીં જાણતું હોય . અગાઉ ૫-૬ ફિલ્મો અને વેબસીરીઝ કરી ચુકેલી અભિનેત્રી રાતોરાત એનિમલ માં આપેલા ઇન્ટિમેટ સીન્સ ને લીધે ફેમસ થઇ ચુકી છે અને એના ફેન્સ પણ વધી રહ્યા છે પણ આજ સુધી એ મૌન હતી એનિમલ ના એ ઇન્ટિમેટ સીન્સ ને લઈને ત્યારે હમણાં જ તાજેતર માં એણે જણાવ્યું કે કઈ રીતે આ સીન્સ માટે એ રાજી થઇ અને કઈ રીતે શૂટ કરવામાં આવેલ આ સીન્સ.

તૃપ્તિ એ જણાવ્યું કે એડલ્ટ સીન્સ ને લઈને એ ખુબ ગંભીર હતી કેમકે આ ટાઈપ ના સીન્સ ને આપીને પાછળ એની કરિયર અને એની ઇમેજ પર પણ દાગ લાગી શકે એમ છે , બહુ મુશ્કેલ હોય છે કે લોકો તમને માન આપે અને અલગ નજરે ના જોવે. આ ફિલ્મ પછી તે નેશનલ ક્રશ બની ગઈ છે તો ઘણા લોકો તેને ભાભી ૨ થી જ સંબોધી રહેલ છે.અને તેના ફોલોવર્સ પણ ૨.૮ મિલિઅન્સ થઇ ચુક્યા છે

તેણે કહ્યું કે રણબીર એનો ફેવરિટ એક્ટર હતો અને જયારે સંદીપ રેડી એ કહ્યું કે તે ઇન્ટિમેટ સીન્સ આપે તો રણબીર ખુબ કમ્ફર્ટેબલ હતો અને હું નર્વ્સ હતી. ત્યારે રણબીર દરેક ટેક પછી મને પૂછતો કે હું ઓક છું ને , તમને સહેજ પણ નર્વ્સ લાગે તો જણાવો

વધુ માં તેણે કહ્યું કે તેંને લોકો નો પ્રેમ મળી રહ્યો છે અને આ પછી ૨ મોટી ફિલ્મ પણ મળી. જે મેરે મહેબૂબ મેરે સનમ અને વિકી વિદ્યા કે વો વાલા વિડિઓ છે જે ૨૦૨૪ માં રિલીઝ થશે અને આગામી પ્રોજેક્ટ પણ ટૂંક સમય માં જાહેર કરશે

Related posts

Navratri Special: Indian Playback Singers Who Bring Garba and Dandiya Nights Alive

Navratri Special: Indian Films That Celebrate Maa Durga, Garba, Dandiya and the Spirit of Navratri

Chatni Gujarati Movie Review: Family, Farsan, Business and Modern Ambition