સેક્સ બૉમ્બ અભિનેત્રી પૂનમ પાંડે નું નિધન

પૂનમ પાંડે આ નામ સાંભળતા જ સૌને ૨૦૧૧ નો વર્લ્ડકપ યાદ આવી જાય. ૨૦૧૧ ના વર્લ્ડકપ થી લોકો ના જાણીતી બનેલ અભિનેત્રી અને મોડેલ કે જે બોલિવૂડ ની એક સેક્સ બૉમ્બ તરીકે ની ઇમેજ ધરાવતી હતી તાજેતર માં આજે સવારે એનું નિધન થયું છે. તેના મૃત્યુ ની પાછળ કેન્સર ની બીમારી સાબિત થઇ છે ઉલ્લેખનીય છે કે તે ફક્ત ૩૨ વર્ષ ની જ હતી.

બોલિવૂડ માં હોટ બ્યુટી અને વિવાદાસ્પદ એક્ટ્રેસિસ માં ઘણા નામ આવે છે પણ મીડિયા માં કોઈ પણ પોઇન્ટ ને લઈને ચર્ચા માં હોય તો રાખી સાવંત અને ઘણા સમય થી ખાસ કરીને ૨૦૧૧ ના વર્લ્ડકપ થી જો કોઈ જાણીતું નામ હોય તો એ પૂનમ પાંડે છે. જેની લાઈફ હંમેશા એક બ્રેકીંગ ન્યુઝ હતી.

૨૦૨૦ ના કોવિડ સમયે તેને બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કરેલ . આ લગ્ન થી એ ખુશ હતી અને સોશ્ય મીડિયા પર એને બધી જ તસ્વીર મૂકી હતી સાથે સાથે હનીમૂન ની પણ તસવીરો અને વિડિઓ બાઇટ્સ પણ લોકો ને આપેલ. એ પછી પોતાના ન્યૂડ ફોટો દ્વારા ઈન્ટરનેટ નું તાપમાન વધારેલ  પરંતુ લગ્નના ૧૨ જ દિવસ માં તેને પોતાના પતિ ને જેલ માં મોકલ્યો અને કહ્યું કે તે તેના પર શારીરિક અત્યાચાર કરે છે

૨૦૧૧ માં વર્લ્ડકપ માં જો ઇન્ડિયા મેચ જીતશે તો પોતે આખી ઇન્ડિયન ટીમ સામે ન્યૂડ થશે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યા પછી ઇન્ડિયા વર્લ્ડકપ જીત્યા બાદ તરત જ તે ગાયબ થઇ ગયેલ અને એની હોટ તસ્વીર થી વિવાદ માં આવેલ એ પછી ૨૦૧૩ માં નશા નામ ની બોલિવૂડ ફિલ્મ થી ડેબ્યુ કર્યું અને એમાં પણ ખુબ જ હોટ સીન્સ આપ્યા.અને એ પછી એને ઘણી બીજી ભાષા ની ફિલ્મો માં પણ કામ કર્યું અને ખતરો કે ખિલાડી , ફિયર ફેક્ટર જેવા રિયાલિટી શો માં તેને દિલધડક સ્ટન્ટ પણ કર્યા

હમણાં રિસેન્ટલી જ તેને હોસ્પિટલ માં મુકેલ અને એની સર્વાઈકલ કેન્સર ની સારવાર ચાલી રહેલી પણ આજે સવારે હોસ્પિટલ થી ન્યુઝ આવ્યા કે તેને સારવાર દરમ્યાન જ મૃત્યુ ને ગળે લગાવેલ છે અને તેનું નિધન થયું છે. આ વાત થી બોલિવૂડ અને ખાસ કરીને પૂનમ ના ફેન્સ શોક માં છે .

Related posts

Sharad Poonam Special: Indian Films That Celebrate Krishnas Raas Leela, Moonlight and Divine Love

Navratri Through the Eyes of the Indian Film Industry: From Bollywood Garba to Gujarati Cinema

Navratri Special: Gujarati Songs That Found a New Life on Garba Floors