કોફી વિથ કરણમાં વિક્કી કૌશલ અને કિયારા અડવાણીએ કહી પોતાની લવસ્ટોરી

કોફી વિથ કરણમાં દરેક એપિસોડ માં બોલિવૂડ ની અંદર ની ગોસિપ અને અનસીન ફેક્ટ્સ ને પબ્લિકલી રજૂ કરે છે ત્યારે હમણાં જ વિકી કૌશલ અને કિઆરા અડવાણી જોવા મળ્યા હતા. કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે વાત કરી. વિકીએ કેટરિના કૈફને પ્રપોઝ કર્યું હતું એ અંગે અમુક રજુઆત કરી હતી .

કિયારાએ કહ્યું, તેણે સિદ્ધાર્થને પ્રપોઝ કરવાનું હતું, પરંતુ તે ક્યારે કરશે તે માટે તે અજાણ હતી

કિયારા અને સિદ્ધાર્થે પોતાના બાકીના જીવન માટે એક-બીજા સાથે રહેવા અંગે ચર્ચા કર્યા બાદ તેમને પહેલા તેના માતા-પિતાની મંજૂરી માંગી હતી. કિયારા એ કહ્યું, આ ઠીક છે, પરંતુ તારે મારા માતા-પિતા સાથે વાત કરવી પડશે. તું એને પૂછ ,પરવાનગી લે , તેઓ ખુશ થશે.

આ પછી તેઓ એક ટ્રીપ માં ગયા અને તેમણે કેન્ડલ લાઈટ ડિનર કર્યું અને પછી તેઓ ચાલતા ચાલતા બહાર જાય છે ત્યાં જ અચાનક ગિટાર સાથે તેનો નાનો ભત્રીજો ઝાડ પાછળ થી બહાર આવે છે અને સિદ્ધાર્થ તેને ઘૂટણ પર બેસી ને પ્રપોઝ કરે છે તેણે કહ્યું કે આ ક્ષણ પોતાની લાઈફ ની સૌથી બેસ્ટ મોમેન્ટ હતી અને તે કઈ જ કહી ના શકી

જયારે વિકી કૌશલે લગ્ન પહેલા એક દિવસ કેટરીનાને પ્રપોઝ કર્યું હતું. વધુ માં વિકી એ કહ્યું કે જો તે આ ના કરત તો કદાચ આખી જિંદગી તેને આ માટે સાંભળવું પડત

તે ખૂબ જ છેલ્લી ક્ષણ હતી. મને બધાએ વોર્નિંગ આપેલ કે જો હું પ્રપોઝ નહીં કરું તો મારે મારા બાકીના જીવન માટે તૈયાર રહેવું પડશે, કે આખી જિંદગી માટે આ મહેણું સાંભળવું પડત .

કેટરીના અને વિકીના લગ્ન રણથંભોર હેરિટેજ રિસોર્ટમાં થયા હતા. પહેલી રાત્રે અમે ત્યાં પહોંચ્યા અને સ્પેશિયલ ડિનરનું આયોજન કર્યું. વિકીએ કહ્યું, “તે સુંદર ગોઠવણ હતી અને બધું જ હતું, પરંતુ કોઈ પણ મિત્રો કે કુટુંબ આવી શકે એ પહેલાં જ અમે બંને એ ડિનર લીધું હતું.

Related posts

Navratri Special: Indian Playback Singers Who Bring Garba and Dandiya Nights Alive

Navratri Special: Indian Films That Celebrate Maa Durga, Garba, Dandiya and the Spirit of Navratri

Chatni Gujarati Movie Review: Family, Farsan, Business and Modern Ambition