89
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હજ માટે રવાના થઈ ચૂકી છે. આ વાત તેણે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટાછેડા થયા બાદ સાનિયા મિર્ઝા હજ યાત્રાએ જઈ રહી છે. શોએબ મલિકે જાન્યુઆરીમાં પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા અને ત્યારબાદ સ્પષ્ટ થયું હતુ કે સાનિયા અને શોએબ અલગ થઈ ચૂક્યા છે.
છૂટાછેડા બાદ અત્યાર સુધી સાનિયા એક પણ વાર ઉદાસ જોવા મળી નથી, પરંતુ કદાચ તેના મનમાં ઉદાસી હોય તો તે આ હજ યાત્રા બાદ ખતમ થઈ જશે. સાનિયા હજ પહેલા બોલીવુડ એક્ટ્રેસ સના સાથે મક્કામાં જોવા મળી હતી. તે દરમિયાન સાનિયા મિર્ઝાની બહેન પણ જોવા મળી હતી. સનાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરતા લખ્યુ હતુ, “ઉમરાહ થઈ ગઈ”. જણાવી દઈએ કે, સના ખાન હવે બોલીવુડથી દૂર થઈ ગઈ છે.