Home Blogગુજરાતી ફિલ્મ ચોર ચોર નું ટીઝર રિલીઝ થયું

ગુજરાતી ફિલ્મ ચોર ચોર નું ટીઝર રિલીઝ થયું

by samparkgujarati
0 comments 925 views

૨૦૨૪ ની શરૂઆત થી ગુજરાતી સિનેમા માં ચોર પોલીસ ની વાર્તા પર બનતી ફિલ્મો આવી રહી છે ત્યારે આજે વધુ એક ચોર પર બનેલી ફિલ્મ ચોર ચોર નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ શુદ્ધ પારિવારિક હાસ્યાસ્પદ ફિલ્મ છે આ ફિલ્મ ના દિગ્દર્શક રાજન રાઠોડ અને નિર્માતા વિવેકા પટેલ છે ત્યારે તેઓ પોતે ફિલ્મ માં મહત્વનો રોલ પણ કરી રહ્યા છે. એક જ દિવસ માં આ ટીઝર હિટ થયું છે અને લોકો ની અંદર ફિલ્મ ને લઈને વધુ જાણવા ની ઘેલછા થઇ રહી છે . ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આવનાર જુલાઈ મહિના ની ૨૬મી તારીખે ગુજરાત અને મુંબઈ ના સિનેમાઘરો માં રજુ થશે.

ફિલ્મ ના કલાકારો માં રાજન રાઠોડ, વિવેકા પટેલ, અનુરાગ પ્રપન્ન , ભૂષણ ભટ , સુનિલ વિશ્રાણી , હેમાંગ શાહ અને ભૂમિકા પટેલ છે.

થોડા દિવસો માં જ ફિલ્મ ની વધુ માહિતી આપ સમક્ષ આવશે અને ટ્રેલર તથા ફિલ્મ ને લઈને બીજી ઘણી વાતો પણ આવશે . વધુ જાણવા માટે જોડાયેલા રહો સંપર્ક ગુજરાતી સાથે.

ચોર ચોર ના ટીઝર પર એક નજર

You may also like