Home Blogપી.એમ.મોદી એ ઇન્ડિયન ટીમ ને શુભેચ્છાઓ આપી

પી.એમ.મોદી એ ઇન્ડિયન ટીમ ને શુભેચ્છાઓ આપી

by samparkgujarati
0 comments 653 views

આપણા લોકલાડીલા પ્રાઈમ મિનિસ્ટર અને ગુજરાત ના પ્રણેતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી દેશ ની કોઈ પણ સન્માન ની વાત હોય કે રમતજગત , વિકાસ , ઉદ્યોગીક હંમેશા સૌને એક હિંમત અને માર્ગદર્શન આપે છે.

જયારે લાસ્ટ ટાઈમ ભારત વર્લ્ડકપ હાર્યું ત્યારે પણ તેઓ એ પોતાના મહામૂલા શબ્દો થી ભારતીય ક્રિકેટ ટીમ ને એક માર્ગદર્શન અને હિંમત આપેલ અને એ પછી આપણે સૌ સાક્ષી છીએ કે કઈ રીતે ભારત ની એક નવી ટીમ પણ ઑસ્ટ્રેલિયા ના પ્રવાસે જઈને જીતી આવી અને ગઈ કાલે ફરી એક વખત ભારત નો તિરંગો વિદેશ ની ધરતી પર એક ગર્વ સાથે લહેરાયો.

ગઈકાલ ની  આઇતિહાસિક જીત બાદ ફરી એક વખત આપણા પી.એમ નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમ ને કોલ કરીને શુભેચ્છાઓ આપી.

વાતચીત દરમિયાન પીએમ મોદીએ કપ્તાન રોહિત શર્માને તેની શાનદાર કેપ્ટનશિપ માટે અભિનંદન આપ્યા હતા અને અનુભવી ઓપનરની T20 કારકિર્દીની પણ પ્રશંસા કરી.

You may also like