Home Blogસુરત માં દિવાળી માં જ લાઈટ નહીં…

સુરત માં દિવાળી માં જ લાઈટ નહીં…

by samparkgujarati
0 comments 372 views

સુરત એક મેગાસિટી તરીકે ઓળખાય છે સાથે સાથે એની બોલી પણ આખા ગુજરાત માં ફેમસ છે તો બીજી બાજુ ફેશન માં પણ સુરત મોખરે છે. સમગ દેશ અત્યારે પ્રકાશ પર્વ મનાવી રહ્યું છે ત્યારે સુરત ની નગરપાલિકા ની એક ઘટના નજરે ચડી છે

SGT46

ગઈકાલે રાત્રે શહેર ની મુલાકાતે ચડેલ પાલિકા કમિશનર મુઘલસરાઈની મુખ્ય કચેરીની લાઈટ બંધ જોતા મોડી રાત્રે ઈલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટ વડા આશિષ નાયકને નોટિસ ફટકારી છે. કાલી ચૌદસ ની રાત્રે જયારે બધા લોકો દિવાળી ની ઉજવણી કરી રહેલ ત્યારે આવી ઘટના નજરે આવતા પાલિકા ના અન્ય કર્મચારી પણ સ્તબ્ધ થઇ ગયા છે અને તેમની વચ્ચે એક ટેંશન નું વાતાવરણ સર્જાયું છે

સુરત પાલિકા દર વર્ષે દિવાળી માં શહેરના બ્રિજ અને અન્ય સરકારી વસાહતો પર રોશની કરે છે અને આ માટે મોટો ખર્ચ પણ કરે છે. આના લીધે આખું શહેર એક નવી દુલહન ની જેમ સોળે શણગારે છે. આ બધા ની વચ્ચે ગઈકાલે ઘટેલ ઘટના એ બધા ને વિચાર માં મૂકી દીધા છે સાથે દિવાળી ના દિવસો માં કોઈ કર્મચારી ને નોટિસ મળી હોય એવું પ્રથમ વખત થયું છે

You may also like