ભારતીય સિનેમા માં ઘણા દિગ્ગ્જ ફિલ્મ મેકર્સ છે પણ ૯૦ ના દાયકા માં જે ફિલ્મો હતી એ આજે પણ લોકો યાદ કરે છે અને તે વખત ની ફિલ્મો ની સ્ટોરી અને સ્ટારકાસ્ટ પણ લોકો ને આજેય યાદ છે. આવીજ એક ૧૯૭૬ ની હિન્દી ફિલ્મ કે જેને નેશનલ એવૉર્ડ પણ મળેલ તેને અત્યારે ૨ દિવસ માટે આખા ભારત ના સિનેમાઘરોમાં સ્પેશ્યલ મોમેન્ટ તરીકે રિલીઝ કરવામાં આવી છે.
૧૯૭૬ માં આવેલી ફિલ્મ મંથન કે જેને શ્યામ બેનેગલ એ ડિરેક્ટ કરેલ અને ભારત ના ૫ લાખ કરતા પણ વધુ પશુપાલકો કે જે ડેરી ઉદ્યોગ કરતા હતા તેમણે અમુલ સાથે મળીને આ ફિલ્મને પ્રોડ્યૂસ કરેલ. આખા ભારતીય સિનેમા માં આટલી મોટી ટીમ અને એટલા બધા પ્રોડ્યૂસર્સ પ્રથમ વખત હતા.
આ ફિલ્મ ની સ્ટોરી બહુ સરળ હતી.એક પશુચિકિત્સક, ડૉ. રાવ, એક ગામની મુલાકાત લે છે, જ્યાં તેઓ ગ્રામીણ લોકોની સુધારણા માટે સહકારી મંડળીની ડેરી શરૂ કરવા માગે છે.
આ ફિલ્મને થોડા સમય પહેલા જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં પણ મુકેલ. આ ફિલ્મ માં સ્મિતા પાટીલ , નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ , અમરીશ પુરી , કુલભૂષણ ખરબંદા જેવા દિગ્ગજ કલાકારો એ કામ કરેલ.