એક સર્વે મુજબ આલ્કોહોલ અને ધુમ્રપાન નું સેવન માણસ ના જીવનને ટૂંકું કરે છે.આ ખરાબ આદતથી ડાયાબિટીસ, હાર્ટ એટેક, સ્ટ્રોક, હાઈ બીપી, કેન્સર પણ થઈ શકે છે. તેથી, તેને તાત્કાલિક બદલવા માટે પગલાં લેવા જોઈએ.
પરંતુ હમણાં જ લોકો માં વધુ પડતા કામ સ્ટ્રેસ અને અન્ય લાઈફસ્ટાઈલને લીધે એક અન્ય ખરાબ આદત પડી છે જે કદાચ આલ્કોહોલ કરતા પણ વધુ ખતરનાક છે
આજકાલ લોકોને કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરવું પડે છે, સરેરાશ એક કર્મચારી દિવસમાં 9થી 10 કલાક બેસી રહે છે. કેટલાક લોકોને ફિઝિકલ એક્ટિવિટી ન કરવાની આદત હોય છે અને તેઓ આખો દિવસ બેડ કે સોફા પર આડા પડીને વિતાવે છે. એક અભ્યાસ મુજબ, આવી જીવનશૈલીને વહેલા મૃત્યુના જોખમ સાથે જોડ્યું છે.
એક સંશોધનમાં વિકસિત દેશોના 50 વર્ષથી વધુ ઉંમરના અંદાજે 12,000 વ્યક્તિઓના મેડિકલ રેકોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સહભાગીઓએ ઓછામાં ઓછા 2 વર્ષ સુધી અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર દિવસ ફિઝિકલ એક્ટિવિટી ટ્રેકિંગ ડિવાઇઝનો ઉપયોગ કરવાનો હતો. તેને દરરોજ સરેરાશ 10 કલાક સુધી લગાવીને રાખવું પડ્યું હતું, જેના આધારે જાણવા મળ્યું કે કામ કરનાર વ્યક્તિ દરરોજ લગભગ 9થી 10 કલાક બેસે છે