ડંકી ના નવા પોસ્ટર અને નવા લૂક શેર થયા

રાજકુમાર હીરાની ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના એ ફિલ્મમેકર જેની દરેક ફિલ્મો માં કઈ ખાસ હોય છે વાત કરીયે મુન્નાભાઈ સિરીઝ કે પછી આમિર ખાન ની ૩ ઇડિયટ અને પી.કે. તો આ બધી જ ફિલ્મો કોઈ ખાસ મેસેજ સાથે પારિવારિક મનોરંજન ની ફિલ્મો હતી.

આ જ હીરાની ટૂંક સમય માં બોલિવૂડ ના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન અને તાપસી પન્નુ ને લઈને ડંકી ફિલ્મ બનાઈ છે અને જેનો ફર્સ્ટ લૂક અને પોસ્ટર અગાઉ રિલીઝ થઇ ચૂક્યું છે. ટીઝર જોઈને ઘણા સવાલો થઇ રહ્યા છે પણ દર વખતે જેમ એક્સાઇટમેન્ટ હોય છે તેવું જ કઈ આ વખતે પણ છે અને ફેન્સ આગળ ના પ્રોમો માટે રાહ જોઈ રહેલ છે ત્યારે તહેવારોના દિવસો માં એમના તરફ થી બીજા ૨ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે

શાહરુખ ખાને પોતે પોતાના સોશ્યિલ મીડિયા માં પોસ્ટર રજૂ કર્યા છે. ફર્સ્ટ પોસ્ટર માં તે સ્કૂટર ચલાવે છે અને તાપસી પન્નુ પણ એમની જોડે છે અને સાથે અનિલ ગ્રોવર સાઇકલ ચલાવે છે તો તેમાં હેપ્પી દિવાળી લખેલ બોર્ડ પણ છે

બીજા પોસ્ટર માં કિંગ ખાન બધા સ્ટારકાસ્ટ સાથે વર્ગખંડ માં છે અને બોર્ડ પર લખ્યું છે યહ નયા સાલ આપનો કે નામ . આમ બંને પોસ્ટર થકી ડંકી ની ટીમ સૌને દિવાળી અને નવા વર્ષ ની શુભકામના પાઠવે છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનની અગાઉ બંને ફિલ્મ પઠાણ અને જવાન દર્શકો અને બોક્સઓફિસ પર વિજયી થઇ છે અને હીરાની પણ હિટ જ છે તો આ ફિલ્મ ને લઈને સૌને ખુબ આશા છે .

Related posts

Sharad Poonam Special: Indian Films That Celebrate Krishnas Raas Leela, Moonlight and Divine Love

Navratri Through the Eyes of the Indian Film Industry: From Bollywood Garba to Gujarati Cinema

Navratri Special: Gujarati Songs That Found a New Life on Garba Floors