Home Blogઅમિતાભ બચ્ચન ફરી એક વખત ગુજરાતી ફિલ્મ માં દેખાશે

અમિતાભ બચ્ચન ફરી એક વખત ગુજરાતી ફિલ્મ માં દેખાશે

by samparkgujarati
0 comments 660 views

ભારતીય સિનેમા ના મહાનાયક અને સૌના લોકપ્રિય એવા અમિતાભ બચ્ચન ની કોઈ પણ ફિલ્મ હોય એમનો ચાહકવર્ગ હંમેશા રેડી જ હોય છે. છેલ્લા એક દાયકામાં એમને બોલિવૂડ જ નહીં પણ ભારતીય સિનેમા ના અન્ય ક્ષેત્રો માં પણ પોતાનો એક્કો જમાવ્યો છે અને આજ એક કારણ છે કે એમની લોકપ્રિયતા આજે પણ એટલી જ વધી રહી છે.

SGT83

૨૦૨૨ માં અમિતાભ બચ્ચને છેલ્લી ગુજરાતી ફિલ્મ કરેલ જેમાં એમનો મહેમાન કલાકાર તરીકે રોલ હતો આ ફિલ્મ હતી ફક્ત મહિલા માટે. આજ ફિલ્મ અને એમની આખી ટીમ ફરી એક વખત ફરી રહી છે ફક્ત પુરુષો માટે લઈને અને આ વખતે ફરી તેઓ અમિતાભ બચ્ચન ને કાસ્ટ કરેલ છે આ વાત થી સમગ્ર ગુજરાતી ફિલ્મ અને ચાહકો માં એક લાગણી ફરી રહી છે અને લોકો આ ફિલ્મ અને ખાસ કરીને અમિતાભ બચ્ચન ને જોવા ઉત્સુક છે.

અમારી સાથે વાત કરતા, ફિલ્મના નિર્માતા વૈશાલ શાહ, જેમાં યશ સોની, એશા કંસારા, મિત્રા ગઢવી અને દર્શન જરીવાલા પણ છે, શેર કરે છે, “અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં ભગવાનની ભૂમિકા ભજવે છે અને તે એક નાનો પણ મહત્વનો રોલ છે.

You may also like