Chor Chor

SYNOPSIS

રાજન રાઠોડ ફિલ્મ્સ અને પિન્ક પાંડા ફિલ્મ્સ નિર્મિત ગુજરાતી ફિલ્મ ચોર ચોર એક સંપૂર્ણ પારિવારિક , મનોરંજન થી ભરપૂર અને કોમેડી ફિલ્મ છે. તાજેતર માં જ આ ફિલ્મ ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે એ મુજબ આ ફિલ્મ આગામી જુલાઈ મહિના ની ૨૬મી તારીખે આખા ગુજરાત માં અને મુંબઈ ના સિનેમાઘરો માં પણ રિલીઝ થશે. ફિલ્મ ને લઈને હાલ લોકો માં ઘણી ઉત્સુકતા અને ઘણા વિચારો છે કેમકે ફિલ્મ ના પોસ્ટર અને ફિલ્મ ના રિલીઝ ડેટ ટીઝર ને લઈને સારો પ્રતિસાદ મળ્યો છે. આગામી દિવસો માં આ ફિલ્મ નું ટ્રેલર રજુ કરવામાં આવશે.

 

ફિલ્મ ની સ્ટોરી માં ૪ ચોરો છે જેમાં ૨ ચોર મહારાજા ધનરાજ સિંહ ની હવેલી માં એક કિંમતી વસ્તુ ની ચોરી કરવા જાય છે જેના પર સરકાર એ ૫૦ લાખ નું ઇનામ રાખ્યું છે. જયારે તેમને નથી ખબર કે આ હવેલી માં બીજા ૨ ચોરો પોલીસ ના કપડાં માં પહેલે થી જ ચોરી કરવા આવ્યા છે, અને પછી આ હવેલી માં એમને મળશે મહારાજા , મહારાણી અને એક રાજકુમારી. શું તેઓ આ ચોરો થી હવેલી ને બચાવી શકશે? એવો કયો ખજાનો છે જે આ હવેલી માં છુપાયો છે? તમને શું લાગે છે આ ચાર ચોર ખજાનો લૂંટવા માં સફળ થશે? કે પછી રાજકુમારી આ ચોરો ને સજા કરશે? શું થશે જયારે ચારે ચોર ભેગા થશે? શું પોલીસ વાળા ચોર બીજા બે ચોર ને ભગાવી દેશે? શું પોલીસ વાળા પકડાઈ જશે?

 

આ બધા સવાલો ના જવાબ મળશે ટૂંક સમય માં. પણ હા એક સવાલ નો જવાબ ચોક્કસ છે કે ખુબ જ ધમાલ,ધમાચકડી અને હસી હસી ને ગોટા વળી દેશે આ ફિલ્મ.


હાસ્ય ની રમખાણ લઈને આવી રહી છે ફિલ્મ ચોર ચોર 26 જુલાઈ 2024.

CAST

Viveka-Patel

વિવેકા પટેલ

Rajan Rathod scaled

રાજન રાઠોડ

Anuraag Prapanna scaled

અનુરાગ પ્રપન્ન

Sunil Vishrani scaled

સુનિલ વિશ્રાણી

Bhumika Patel scaled

ભૂમિકા પટેલ

Hemang Shah scaled

હેમાંગ શાહ

Bhushan Bhatt scaled

ભૂષણ ભટ્ટ

CREW

Viveka Patel

વિવેકા પટેલ - પ્રોડ્યૂસર

New Project (37)

રાજન રાઠોડ - લેખક , દિગ્દર્શક , એડિટર

SS

સંજીવ સોની - લેખક

PD

પુનિત દવે - સિનેમેટ્રોગ્રાફી

GALLERY