Home Blogસ્વામીનારાયણના 2 સંતો સામે મહિલાની ફરિયાદ

સ્વામીનારાયણના 2 સંતો સામે મહિલાની ફરિયાદ

by samparkgujarati
0 comments 616 views

આજકાલ ઘણા ધર્મગુરુઓ માસૂમ છોકરીઓ ને સાધ્વી બનાવીને પોતાના હવસ નો શિકાર બનાવે છે છેલ્લા દસ વર્ષ માં જોઈએ તો MSG બાબા , આશારામ અને તેના પુત્ર નારાયણ સાઈ , નિત્યાનંદ સ્વામી જેવા અન્ય સાધુઓ ની સેક્સલીલા બહાર આવી છે. ત્યારે વધુ ૨ સ્વામિનારાયણ ના સંતો પર આરોપ આવતો છે કે તે જબરદસ્તી મહિલા સાથે શારીરિક સુખ માણતા હતા

રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીકના ખીરસરા ઘેટીયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ના બે સંતો સામે એક પીડિત મહિલાએ ફરિયાદ કરી છે. 2 સંતો સહિત કુલ ત્રણ અન્ય શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે.

મહિલા પીડિતાએ ફરિયાદમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્વામી  આચરતા હોવાના આરોપ લગાવ્યો છે. ધરમસ્વરૂપદાસ સ્વામી,નારાયણસ્વરૂપદાસ સ્વામી વિરૂદ્ધ દુષ્કૃત્યની ફરિયાદ નોંધાઇ છે.  છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરતા હોવાનો FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ધરમસ્વરૂપદાસ સ્વામીએ મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી આ બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી અને બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. પીડિત મહિલાએ ફરિયાદમાં હોસ્ટેલમાં મહિલાને રોકીને દુષ્કર્મ કરવામાં આવ્યાનો ઉલ્લેખ કર્યો છે. પીડિતા ફરિયાદમાં ભૂજ અને હળવદ ટ્રેનિગ માટે મોકલી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. બાદ બંને સાધુ સાથે મતભેદ થતાં મહિલાને ધમકી આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે સમગ્ર કાંડ પ્રકાશમાં આવ્યા બાદ બં સાધુ ફરાર છે.  હાલ પોલીસે  આ બધા આરોપીઓને પકડવાની યોજના બનાવી રહી છે અને એની કામગીરી શરુ કરી ચુકી છે

You may also like