Home Blogસુશાંત ની ચોથી પુણ્યતિથિ નિમિતે પરિવારજનો ફરી એક વાર શોકાતુર

સુશાંત ની ચોથી પુણ્યતિથિ નિમિતે પરિવારજનો ફરી એક વાર શોકાતુર

by samparkgujarati
0 comments 292 views

સુશાંત સિંહ રાજપૂત એક સિમ્પ્લિસિટી વાળો હીરો કે જેણે બોક્સઓફિસ જ નહીં પણ લોકો ના દિલ પણ જીતેલ હતા એમાં પણ ઇન્ડિયન એક્સ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ની બાયોપિક દ્વારા એંણે ઇન્ડિયા જ નહીં પણ ઇન્ડિયા ની બહાર ના લોકો ના પણ દિલ જીતેલ અને અચાનક ૪ વર્ષ પહેલા એની આત્મહત્યા ના ન્યુઝ વાયરલ થયા અને આજ સુધી એ રહસ્ય અકબંધ છે કે શું એ હત્યા હતી કે આત્મહત્યા.

આજે ૧૪ મી જૂન આ ઘટના ને ૪ વર્ષ થયા છે ત્યારે સુશાંત ની બહેને એક ઈમોશનલ પોસ્ટ મૂકી છે. બહેન ઉપરાંત, સારા અલી ખાન, બોલિવૂડમાં સુશાંતની નજીકની મિત્ર અને ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ તેના માટે પોસ્ટ શેર કરી છે.

સુશાંત ની બહેન શ્વેતા સિંહે લખ્યું- ‘ભાઈ, તમને ગયાને 4 વર્ષ થઈ ગયા છે. આજ સુધી અમને ખબર નથી કે 14 જૂન, 2020ના રોજ શું થયું. તમારું મૃત્યુ રહસ્ય જ રહ્યું. મેં સત્ય માટે વિનંતી કરી, પરંતુ આજે, છેલ્લી વખત, હું મદદ કરી શકે તેવા દરેકને પૂછું છું. શું અમને એ જાણવાનો અધિકાર નથી કે અમારા ભાઈ સુશાંતનું શું થયું?’

You may also like