ક્રિકેટ ના જગત ના ગોડ અને સૌના લોકપ્રિય ક્રિકેટર સચિન તેંડુલકર ફક્ત ભારત માં જ નહીં પણ આખા જગત માં લોકપ્રિય છે.આજ થી ૩૪ વર્ષ પહેલા ૧૫મી નવેમ્બર ૧૯૮૯ ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પાકિસ્તાન સામે ની મેચ માં સચિન તેંડુલકરે પગલાં માંડેલ ત્યારે આજે ૩૪ વર્ષ પછી આજ ના લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલી એ તેમનો રેકોર્ડ બ્રેક કરેલ છે.
સચિન ની ટોટલ ૪૯ સદી હતી જયારે આજે વિરાટે રેકોર્ડ બ્રેક રીતે ૫૦ મી સદી ફટકારીને સૌ ક્રિકેટ મિત્રો ને ઘેલા કરી દીધા છે. ઇન્ડિયન ક્રિકેટ જ નહીં પણ આખા વિશ્વમાં ભારત ને મોખરાનું સ્થાન અપાવનાર સચિન પછી હવે કોહલી નું નામ વિરાટ બનતું જાય છે.
એમાં મહત્વની વાત એ છે કે સચિન નો રેકોર્ડ તોડવા વિરાટે તેનું જ હોમગ્રાઉન્ડ પસંદ કર્યું અને એ પણ એમની જ ડેબ્યુ તારીખ પણ. વિરાટે ૨૭૯ મી ઇંનિંગ્સ માં ૫૦ વનડે સદી પૂર્ણ કરેલ છે.