ભારત એ તીર્થધામો ની ભૂમિ છે ભારત ના કોઈ પણ ખૂણે તમે જશો તો ત્યાં તમને મંદિરો કે પછી પણ કોઈ ધર્માલય ના દર્શન થશે જ એવું જ એક મંદિર જે હજારો વર્ષો જૂનું છે પણ આજે પણ લાખો લોકો જાય છે અને ત્યાં ની માનતા રાખે છે આ મંદિર છે કોટડીયા વીર મહારાજ નું જે બનાસકાંઠા માં આવેલ છે
આ મંદિર સાથે એક કહાની જોડાયેલી છે. વર્ષો પહેલા પાટણ જિલ્લાના જાખૌત્રા ગામમાં વીરસિંહ ગરાસીયા દરબાર રહેતા હતા. 18 વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના એક ગામની દીકરી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. વીરસિંહ પોતાના કાબરા ઘોડા પર સવારી કરી આખા ગામની સાથે જાન લઈને પરણવા ગયા હતા. પરંતુ તે દરમિયાન 500 લોકોનું ટોળું જાખૌત્રા ગામમાં વસતા ભરવાડ,ભાટ અને ચારણ લોકોની ગાયો લઈને ચાલ્યા હતા.
લગ્ન ના મંડપ માં બેઠેલા વીરસિંહને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ લગ્ન ફેરા ફરવાનો સમય હતો. પરંતુ વીરસિંહ દરબાર લગ્નમંડપ છોડીને મોમીન લોકો સાથે યુદ્વ કરવા ચાલ્યા ગયા. સાડા 3 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. યુદ્વમાં કપટ કરીને વીરસિંહનું મસ્તક ધડથી અલગ કરી દીધું હતું. પરંતુ તેમનું ધડ ત્રણ દિવસ સુધી મોમીનો સામે લડતાં લડતાં વીરગતી પામ્યું હતું. આ જગ્યા પર આજે બુકોલી ગામ આવેલું છે. જ્યાં કોટડીયા વીર મહારાજનું મંદિર બાંધવામાં આવ્યું છે.