Home Entertainmentશ્રીલેખા મિત્રા ને ફિલ્મમાં રોલ આપવા માટે ઘરે બોલાવી અને પછી …..

શ્રીલેખા મિત્રા ને ફિલ્મમાં રોલ આપવા માટે ઘરે બોલાવી અને પછી …..

by samparkgujarati
0 comments 907 views

મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એક પછી એક શારીરિક શોષણના કિસ્સાઓ વધી રહ્યાં છે અને એના પડઘાઓ આખા ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પડી રહ્યા છે અને આ કારણે વિવાદોમાં ઘેરાયેલી છે. આ બધા ની વચ્ચે બંગાળી અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ પ્રખ્યાત મલયાલમ ડિરેક્ટર રણજીત સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ગઈ કાલે કરવામાં આવેલી ફરિયાદમાં અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે તેણે તેને રોલ આપવા માટે 2009માં પોતાના ઘરે બોલાવી જે દરમિયાન તેણે તેની સાથે બળાત્કાર ની કોશિશ કરી.

SGT86

કોચીન સિટી પોલીસ સ્ટેશનમાં દિગ્દર્શક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતી વખતે અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ કહ્યું હતું કે વર્ષ 2009માં તેને રણજીત નિર્દેશિત ફિલ્મ ‘પાલેરીમાનિકમ’માં રોલ આપવા માટે પોતાના ઘરે બોલાવવામાં આવી હતી. અને આ દરમ્યાન રણજિતે તેનો હાથ પકડી રાખ્યો હતો અને પછી સંબંધ બનાવવાના ઈરાદાથી તેના શરીર પર યૌન અંગો પર હાથ ફેરવવા લાગ્યો હતો.

SGT87

You may also like