ગઈકાલે પૂનમ પાંડે નું કેન્સર ની બીમારીને લઈને મૃત્યુ થયું છે એવા ન્યુઝ આવ્યા અને એની સાથે જ સમગ્ર મીડિયા જગત અને બોલિવૂડ માં એક માતમ છવાઈ ગયેલ લોકો અને ખાસ કરીને તેના ફેન્સ એને શ્રદ્ધાંજલિ આપી રહેલ. ત્યારે આજે સવારે પૂનમ પાંડે ના ઓફિશ્યિલ ઇન્સ્ટા હેન્ડલર થી એક વિડીયો આવ્યો છે અને તેમાં પૂનમ જીવિત હોવાનું જણાવી રહી છે.
પૂનમ એ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે સ્વસ્થ જોવા મળી રહી છે. તેણે કહ્યું, `હું જીવિત છું. હું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી નથી. કમનસીબે, સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કહી શકતી નથી. તેના વિશે કંઇ કરી શકતી ન હતી કારણ કે તેને કંઇ ખબર ન હતી. હું તમને અહીં જણાવવા માંગુ છું કે અન્ય કોઈપણ કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સરને હરાવવા શક્ય છે. તમારે ફક્ત તમારા પરીક્ષણો કરાવવા પડશે અને HPV રસી મેળવવી પડશે.
જુઓ પૂનમ પાંડેનો નવો વીડિયો:
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પૂનમે ઘણા પબ્લિસિટી સ્ટન્ટ કરેલ છે અને હંમેશા ચર્ચા માં રહી છે અને આજે ફરી એક વખત પોતાના જ મૃત્યુ ના ફેક ન્યુઝ ને લઈને તેણે લોકો ને હચમચાવી દીધા છે અને એના ફેન્સ પણ ઘણા નારાજ છે ઘણા લોકો એને ટ્રોલ કરી રહ્યા છે કે આ બદલ તેને સજા થવી જોઈએ . વધુ અપડેટ માટે જોડાયેલા રહો સંપર્ક ગુજરાતી સાથે.