Home Blogમોહનલાલ નું રાજીનામુ

મોહનલાલ નું રાજીનામુ

by samparkgujarati
0 comments 687 views

મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર મોહનલાલે એસોસિયેશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ (AMMA) ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. આની પાછળ લાંબા સમય થી ચાલતા મી-2 કેસ છે. હવે આના પડઘા સમાન આ અભિનેતાના રાજીનામા બાદ આ સમિતિના તમામ સભ્યોએ સંયુક્ત રાજીનામું આપી દીધું છે

SGT84

થોડા દિવસો પહેલા AMMAના સેક્રેટરી અને દિગ્ગજ મલયાલમ અભિનેતા સિદ્દીકી પર મલયાલી અભિનેત્રીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ પછી સિદ્દીકીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે જ સમયે, AMMAના જોઈન્ટ સેક્રેટરી બાબુરાજ પર પણ એક જુનિયર આર્ટિસ્ટ દ્વારા યૌન શોષણનો આરોપ લાગ્યો હતો.

SGT85

AMMAના સભ્યો પર આવા આક્ષેપો થયા પછી પણ મોહનલાલ મૌન હતા ત્યારે ઘણા કલાકારોએ અને ત્યાં ની ઓડિયન્સે પણ તેમની ટીકા પણ કરી હતી.

You may also like