Home Blog અમદાવાદ ખાતે યોજાયો મિશન રાણીગંજ નો સ્પેશ્યલ શૉ

અમદાવાદ ખાતે યોજાયો મિશન રાણીગંજ નો સ્પેશ્યલ શૉ

by samparkgujarati
0 comment 209 views

તાજેતર માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ મિશન રાણીગંજ એક ૧૯૮૯ ની સત્યઘટના આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ ના દિગ્દર્શક ટીનુ સુરેશ દેસાઈ છે અને ફિલ્મ ના સ્ક્રિનપ્લે વિપુલ રાવલ ના છે તો આ ફિલ્મને પૂજા એન્ટરટેઇન્મેન્ટ અને જેકી ભગનાની , વશુ ભગનાની , દીપશિખા દેશપાંડેય અને અજય કપૂર છે. ફિલ્મ ના લીડ કાસ્ટ માં અક્ષય કુમાર , પરિણીતી ચોપરા છે.

SGT05

ફિલ્મ ના અન્ય કલાકાર માં કુમુદ મિશ્રા , પવન મલ્હોત્રા , રવિ કિશન , વરુણ બડોલા , દિબાયેન્દ્ર ભટાચાર્ય, રાજેશ શર્મા , ગૌરવ પ્રતિક , વીરેન્દ્ર સક્સેના , સાણંદ વર્મા, શિશિર શર્મા , અનંથ મહાદેવન , આરીફ ઝકરિયા , જમીલ ખાન ,સુધીર પાંડે,બચ્ચન પાચેરા ,મુકેશ ભટ , ઓમકાર દાસ અને બીજા ઘણા કલાકારો છે.

ફિલ્મ ની રિલીઝ ના દિવસે જ મુંબઈ ની સાથે આ ફિલ્મ નું પ્રીમિયર અમદાવાદ અને બરોડા ખાતે પણ યોજાયું હતું. જે મીડિયા મિત્રો અને એની સાથે સાથે શહેર ના જાણીતા ક્રિએટર્સ માટે હતું. આ પ્રીમિયર માં શહેર ના ઘણા જાણીતા ક્રીયેટર્સ અને બ્લોગર્સ ને ઇન્વાઇટ કરવામાં આવેલ સાથે સાથે આ ફિલ્મ ને લઈને લોકો ના મતો નું પણ લાઈવ ટેલીકાસ્ટિંગ કરેલ જેમાં શહેર થી ઘણા અન્ય લોકો પણ જોડાયેલ હતા.

SGT06

આ ફિલ્મ ને લઈને બોલિવૂડ ના ક્રિટીક્સ નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો આ ફિલ્મ આગામી દિવસો માં સારું કલેક્શન કરે એવી આશા પ્રોડ્યૂસર ને જણાઈ રહી છે. જો આપ મિત્રો એ પણ આ ફિલ્મને જોઈ છે અને આપ પણ આ ફિલ્મને લઇ ને આપનો પ્રતિભાવ જાણવા માંગતા હોવ તો અમારા ઇમેઇલ પર આપનો પ્રતિભાવ જણાવો.

You may also like

About Sampark

Newsletter

Subscribe to our Newsletter for latest news. Let's stay updated!

Latest News

@2024 Sampark Gujarati – All Right Reserved.