Home Blogમેલોની પર ચડ્યો ભારતનો રંગ!

મેલોની પર ચડ્યો ભારતનો રંગ!

by samparkgujarati
0 comments 410 views

G-7 સમિટના એડિશનમાં ભાગ લેવામાં માટે પીએમ મોદીને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ માટે પીએમ મોદી ઈટલી પહોંચી ગયા છે. G-7 સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લઈ રહેલા પીએમ મોદી યુએસ પ્રમુખ જો બાઈડેન, ઈટાલીના જ્યોર્જિયા મેલોની અને વિશ્વના અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી શક્યતા છે.

 આ સમિટ 13 જૂનથી 15 જૂન વચ્ચે આયોજિત કરવામાં આવ્યું છે.આ G-7 સમિટ દરમિયાન, યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વિશે પણ ચર્ચા થઈ શકે છે. ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સાગરિગ ક્ષેત્ર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

G 7 સમિટમાં પીએમ મેલોનીએ નમસ્તે કરી વિદેશી મહેમાનું સ્વાગત કર્યુ હતું. જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરી આપી માહિતી ઈટલીના અપુલિયામાં બ્રિન્ડિસી એરપોર્ટ પર પહોંચ્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે તેઓ વિશ્વના નેતાઓ સાથે સાર્થક ચર્ચા કરવા આતુર છે. X પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું, “હું G7 સમિટમાં ભાગ લેવા માટે ઈટાલી પહોંચ્યી ગયો છું. વિશ્વના નેતાઓ સાથે અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે ઉત્સુક છું. અમારું લક્ષ્ય સાથે મળીને વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવવો અને ઉજ્જવળ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનું છે.’

You may also like