છેલ્લા એક અઠવાડિયા થી દરેક બાજુ IPL નો માહોલ ચાલી રહ્યો છે આ વચ્ચે ગઈ કાલે એક ખાસ રસપ્રદ મેચ એટલે બે ધુરંધર ખેલાડીઓ ની ટીમ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંઘ ધોની ની ટીમ ની વચ્ચે ચેન્નાઇ માં મેચ હતી.

આ વખતે શરૂઆત થી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કઈ અલગ જ સ્વેગ માં છે તો બીજી બાજુ મહેન્દ્રસિંઘ ધોની ની ટીમ ચેન્નાઇ પણ ખુબ જ જોશ માં છે. ચેન્નાઇ માં મેચ હોય અને એમાં પણ કેપ્ટ્ન કૂલ ની ઇમેજ હોય એવા આપણા ભારતીય પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની ની એન્ટ્રી માં અવાજ ના બને એવું તો શક્ય જ નહીં.

કાલે બેંગ્લોર ની પ્રથમ બેટિંગ બાદ ખુબ જ રન બાદ ચેન્નાઇ ની શરૂઆત માં જ વિકેટો પડી ગઈ અને ત્યાર બાદ સ્કોર ખુબ ઓછો હતો . જોતા જ ખ્યાલ આવી જાય કે મેચ એક તરફી છે પણ બધા ધોની ની બેટિંગ ની રાહ જોઈ રહેલ . આજકાલ ધોની નવા ખેલાડીઓ ને વધુ ચાન્સ આપે છે અને એના લીધે જ એ મોડા આવે છે બેટિંગ માટે પણ કાલે એમના આવતા જ લોકો માં જીત ની આશા જાગી પણ અંતે મેચ હાર્યા બાદ લોકો નિરાશ થયેલ પણ બીજી બાજુ ધોની ની એ બેટિંગ જોઈને લોકો ના દિલ જીતેલ .

ધોની એ આવતા જ થોડા સમય માં છક્કા અને ચોક્કા સાથે જોરદાર બાજી રમીને લોકો ના દિલ જીતેલ અને એ સાબિત કર્યું કે મેચ ભલે હારો પણ લોકો ના દિલ માં તમારા પ્રત્યે એ આદર અને માં હોવું જોઈએ .