બાર બીજ ના ધણી ની સૌથી મોટી બીજ એટલે ભાદરવા સુદ બીજ

રામદેવ પીર એટલે કે ભગવાન વિષ્ણુ ના દશઅવતાર પૈકી નો જ એક અવતાર જેણે જન્મ લીધો અને લાખો લોકો ને તાર્યા સાથે સાથે આજે કલયુગ માં પણ પરચા પુરા પાડે છે. ભાદરવા મહિના ની શરૂઆત જ એમના નવલા નોરતા એટલે કે નવરાત્રી થી શરુ થાય છે. ભાદરવા સુદ એકમ થી લઇ ને નોમ સુધી ના આ નવ દિવસો રામદેવપીર ના અને એમને ભક્તો માટે સૌથી ખાસ દિવસો હોય છે આ નવ દિવસો માં ભક્તો પૂજા , અર્ચના અને રામદેવપીર ની ઉપાસના કરે છે . ભક્તો આ નવ દિવસ ના ઉપવાસ કરે છે અને સાંજે એમની આરતી થકી નવરાત્રી ની ઉજવણી કરે છે. છેલ્લો દિવસ એટલે કે નોમ નો દિવસ ત્યારે શ્રદ્દાળુઓ નેજા ચડાવે છે , ઘોડા ચડાવે છે. અને આજ નો આ દિવસ એટલે કે ભાદરવા સુદ બીજ નો દિવસ એટલે બાબા રામદેવપીર નો જન્મદિવસ મનાય છે.

રામદેવ પીર એ રાજસ્થાન માં અવતાર ધરેલ પણ આજે આખા વિશ્વ માં એમની આ નવરાત્રી ને ભક્તો ધામધૂમ થી ઉજવે છે. સૌથી વધારે ગુજરાત અને રાજસ્થાન માં તેમના ભક્તો છે. ભક્તો ૧૫ દિવસ અગાઉ જ રાજસ્થાન ના રણુજા ધામ જ્યાં રામદેવ પીર એ સમાધિ લીધી છે ત્યાં પગપાળા કરે છે.

રામદેવ પીર નો જન્મ ઈ.સ.૧૪૦૯ ની ભાદરવા સુદ બીજ ના દિવસે થયેલ. આજ નું રામદેવરા અને તે સમય નું કાશ્મીર જે બાડમેર માં આવેલ છે. સ્વયં. ભગવાન શ્રી દ્વારકાધીશ એ અવતાર લીધેલ અને કહ્યા મુજબ કંકુ ના પગલાં પાડીને નિશાની સાબિત કરેલ. માતા મીનળદેવી અને પિતા અજમલરાય મહાદેવ ના પરમ ભક્ત હતા અને પોકરણ ના રાજવી હતા. તેઓ ભગવાન મહાદેવ ના ભક્ત હતા અને તેમને નિઃસંતાન નું મેણું ટાળવા સાક્ષાત મહાદેવ જી એ સપના માં આવી ને તેમને દ્વારકા જવાનો આદેશ આપેલ અને ત્યારબાદ તેઓ દ્વારકા ગયા અને ત્યાં શ્રી દ્વારકાધીશ ને મળવાની ઘેલછા એ તેમને દરિયા માં મોકલી દીધા અને સાક્ષાત વિષ્ણુ ભગવાન ની મુલાકાત કરીને તેમને વરદાન આપ્યું.

વરદાન મુજબ જયારે રામદેવ જી એ અવતાર ધર્યો ત્યારે કંકુના પગલાં પડ્યા અને સ્વયં મહાદેવ જી પણ રામદેવપીર ના દર્શને આવ્યા અને તેમણે જ રામદેવપીર ને ભાલો , ગૂગળ ધૂપ , ભસ્મ , ધોળી ધજા ભેટ આપી. જેમ જેમ દિવસો વીતતા ગયા અને રામદેવ પીર મોટા થયા તેમ તેમ લોકો ને તેમના પરચાઓ પ્રાપ્ત થતા ગયા.

એક દંતકથા અનુસાર ૧૨ ધર્મ સંપ્રદાય ના ધર્મગુરુ એ રામદેવપીર નો મહિમા જાણીને તેમની કસોટી લીધી.અને પોતાના પાટમાં પધારવા આમંત્રણ પૂરું પાડ્યું. રામદેપીરે ૧૨ સ્થાને એક જ દિવસે અને એક જ સમયે હાજર રહીને તેમનો પરચો પૂરું પાડ્યો. બારે ધર્મગુરુએ સભા બોલાવી અને રામદેવપીર નો જય જય કાર કર્યો અને બાર બીજ નો ધણી નામ આપ્યું. દર માસની સુદ બીજ એ રામદેવપીર ની બીજ કહેવાય છે અને જે ભક્તો પુરા પ્રેમ ભાવ થી આ બાર બીજ કરે છે તેના તમામ દુઃખો માંથી એમને મુક્તિ મળે છે અને એનો સિતારો બાબા રામદેવપીર બદલે છે.

આપ સૌ ભક્તો ને સંપર્ક ગુજરાતી ના માધ્યમ થકી બાબા રામદેવપીર ની મહાબીજ ના જય રામદેવ પીર. આપ સૌ ની તમામ મનોકામના પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ. જય રામદેવપીર.

Related posts

શ્રીલેખા મિત્રા ને ફિલ્મમાં રોલ આપવા માટે ઘરે બોલાવી અને પછી …..

મોહનલાલ નું રાજીનામુ

કિંજલ દવે એ અંબાણી પરિવાર માં ધૂમ મચાઈ