Home Blogદિવાળી ની પૂજા અને શુભ મુહૂર્ત

દિવાળી ની પૂજા અને શુભ મુહૂર્ત

by samparkgujarati
0 comments 415 views

શ્રીમદ રાજા રામચંદ્ર જી નું વનવાસ થી અયોધ્યા પરત આવાનો દિવસ એટલે કે આજનો દિવસ જે આખા વિશ્વ માં દિવાળી તરીકે ઓળખાય છે અને ઠેર ઠેર દિવા બળે છે તો આ પ્રકાશ પર્વ ની ઉજવણી ની સાથે એના શુભ મુહૂર્ત પણ જાણી લો

SGT47

આજ ના આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશ જી ની પૂજા કરવામાં આવે છે સાથે વેપારી બંધુઓ નવા વર્ષ માટે ચોપડા પૂજન પણ કરશે. આ બધા માટે આજે યોગ્ય સમય સાંજે ૬:૦૮ મિનિટ થી લઈને ૮:૦૭ મિનિટ સુધી નો છે. આ સમય માં આપ પણ પૂજા કરી શકો છો

SGT48

દિવાળી ની પૂજા માં લાલ કપડાં પર કરવી સાથે માતા લક્ષ્મી અને ગણેશ ની મૂર્તિ નું સ્થાપન કરવું. આની સાથે કંકુ, ચોખા, સોપારી, કપૂરી પાન,ઘી, અગરબત્તી, પંચામૃત ,પુષ્પ, ફળ , દુર્વા વગેરેથી આપ પૂજા કરી શકો છો

શાસ્ત્રો મુજબ આ દિવાળી એ શનિ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં વિરાજમાન થઈને મહાપુરુષ રાજયોગનો નિર્માણ કરી રહ્યો છે. શુક્ર, બુધ, ચંદ્ર અને ગુરૂની શુભ સ્થિતિઓમાં ગજકેસરી, હર્ષ, ઉભયચરી, કહલ અને દુર્ધારા નામના પાંચ રાજયોગ બની રહ્યા છે. શુભ સંયોગમાં મહાલક્ષ્મીનો તહેવાર સુખ-સમૃદ્ધિ આપનાર છે.

આપ સર્વે ને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ

You may also like