આસો વદ તેરસ નો દિવસ એટલે કે ધનતેરસ. આમતો વદ તિથિ માં કોઈ શુભ કાર્યો ના કરવા માંગે પણ તોય આસો સુદ માતાજીના નોરતા થી શરુ થઇ ને દિવાળી માં પૂરો થતો મહિનો. આજ નો દિવસ એટલે કે આસો વદ તેરસ એટલે કે ધનતેરસ નો પ્રવિત્ર દિવસ માતા લક્ષ્મી ના પૂજા અને અર્ચના નો દિવસ . લોકો એવું માને છે આજ ના દિવસે કોઈ નવી વસ્તુ ની ખરીદી કરે તો ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. અને આ વસ્તુ વર્ષો સુધી શુભ ફળ આપે છે.
હવે આજે માતા લક્ષ્મી જી અને ગણેશ જી ની પૂજા નું વિશેષ મહત્વ હોય છે કહેવાય છે કે માતા લક્ષ્મી ની સાથે ગણેશ જી ની પૂજા કરવાથી ઘર માં પણ રિદ્ધિ સિદ્ધિ નું આગમન થાય છે અને માતા લક્ષ્મી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારે છે.
આજ ના દિવસે પૂજા નો સમય સાંજે ૫:૪૫ થી લઇ ને ૭:૪૦ સુધી છે. આ સમયે આપ માતાજી અને ગણેશ જી ની પૂજા કરી શકો છો. ઘર માં દિવા પ્રગટાવી ને માતા લક્ષ્મી ના સ્થાપના ની તૈયારી અને સ્વાગત કરી શકો છો. સાથે સાથે પૂજા માં સફેદ રંગ ની વસ્તુ નો વિશેષ મહિમા છે આ દિવસે ફક્ત પૂજા જ નહીં પણ જો સૂર્યોદય થી લઈને સૂર્ય ના અસ્ત પહેલા તમે કોઈ સફેદ રંગની વસ્તુ નું દાન કરો છો કે ખરીદી કરો છો તો એ એક શુભ માનવામાં આવે છે સાથે તમારા ઘરમાં પણ લક્ષ્મી જી નું આહવાન કરે છે
આની સાથે નીચેના મંત્ર નો ૧૦૮ વખત જાપ કરવો
ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:
સંપર્ક ગુજરાતી તરફ થી આપ સૌને ધનતેરસ ની ખુબ ખુબ શુભકામનાઓ . લક્ષ્મી જી આપ સૌ ના જીવન માં સુખ શાંતિ અને સમૃદ્ધિ નો પ્રકાશ પાથરે એવી શુભકામના સાથે આપ સૌ ને હેપી ધનતેરસ